Posts

Showing posts with the label HISTORY

આશોજી ડોડીયા || History Of Dodiya...Nadoda/Karadiya Rajput...

Image
ભારતવર્ષના ઇતિહાસના સુવર્ણ પ્રુષ્ઠને ઉકેલીએ તો ઝળહળી રહેલા શૂરવીરો, સંતો અને સાધુઓ, વીરપુરુષો અને વિજેતાઓ, ક્રાંતિકારીઓના ઇતિહાસ અઢળક છે. એમાંય વળી ક્ષત્રિય યોધ્ધાંઓમાં પ્રથમ પંક્તિમાં સ્થાન ધરાવનાર રણભડ ડોડીયા કુળનું અનેરું અને ખમીરવંતો સ્થાન રહેલું છે.  "રણભડ સોહે, રાજપૂત રણમાહે ખાડા ખહે પણ ડોડીયા ન ખહે." સવંત 1711 માં સમયમાં સમીકરણ સાથે રાજસ્થાનથી હાંસલપુરથી 'સિંહસ્થપુર' હાલનું રાજસીતાપુર ગામે કર્મી કારડિયા રાજપૂત ખોડાભા ડોડીયા પોતાના પરિવાર સાથે અહીં સ્થાયી થયા.   " અવતરી દિપન્ગતણા, હર દાસ જેનાં તાત,  કાં મરવું ને કાં મારવું આસાને એક જ વાત" વળી આર્થિક ઉપાર્જનમાં પણ ઘરની ખેતી અને દુઝણા ઢોર એટલે કામ તો રહેજ. આશોજી તથા તેમના ત્રણ ભાઇઓ આવી રીતે કામ ધંધો કરતા જોઈને માવતરમાં હરખની હેલીઓ અને એક પછી એક એમ ચારેય ભાયુના હાથ પીળા કરવામાં આવ્યા. જેમાં આશોજીને રકથલ ગામના વતની વેલાભા પરમારના દીકરી ફુલબા સાથે પરણાવામાં આવ્યા પછી પણ ચારેય ભાયુંનો મજિયારો તો ભેળોને ભેળો. ઘરે દુધાળા ઢોર એટલે જો કોઈ દૂધ લેવા આવે તો તેને વિનામૂલ્યે દૂધ આપવામાં આવતું. આવી રીતન...

વાઢેર કુંળની જનેતા - સતી સોનબા || Sati Sonaba No Etihas/history...#nadoda / #karadiya Rajputs

Image
સતી સોનબા નો વંશ એટલે વાઢેર વંશ કરમા કટારી ગ્રહિને, સ્વહસ્તે કુખ વાઢી, આ બાળકનો જન્મ થયો તેમનો વંશ સ્થપાયો કુખ વાઢીને જન્મ આપતા "વાઢેર'' કહેવાયા જે કાળક્રમે અપભ્રંશ થઈને "વઢેર'' તરીકે પ્રચલિત છે. વાઢેર વંશની વેલ વધારનાર ટુંકમા જાણીયે કંમ્ધજથી રાઠોડ રાજપુત બ્રજ દેશા ચંદણ બનાં, મેર પહાડાં મોડ ગરુડ ખંગા લંક ગંઢા, રાજ કળી રાઠોડ; રાઠોડ અજાજી તેઓ રાજસ્થાનથી આવી ચંદુર થી લોલાડા ગામમા (વઢિયાર)ગાદી સ્થાપી જે હાલ તા.શખેશ્ર્વર મા છે. ક્ષત્રિ લાગે ખોટ, ગઢ થી જાતાઁ ગાવડી. દેને "રાઠોડ" દોટ, માતની ખાતર મોભિયા.... તેમના વારસદાર રાઠોડ વીર પબાજી ગાયોની વારે ચડયા અને ધીગાણા માં કામ આવ્યા શહીદ થયા ત્યારે સોનબાને 8 માસનો ગર્ભ થયો. તેમને સતી થવાનો સંકલ્પ જાહેર કર્યો . પણ તેમના કુંટુબીજનો , ભાયાતો સૌ આ વાતને માનવા તૈયાર ન હતા કારણકે સતી સોનબાની કુખે બાળક હતુ તેથી બાળહત્યાનુ પાંપ લાગે તેથી સતી થતા રોક્યા સતી સોનબા પોતાના સંકલ્પમા મક્કમ હતા તેમને વિચાર્યુ કે મારા પતિની ઈચ્છા હતીકે મને પુત્ર થાય . ભગવાન શિવજી ની કૃપાથી મારી કુખમા બાળક છે.આવા તેજસ્વી બાળકને માર...