નાડોદા રાજપૂત સમાજ ના સંતો અને શૂરવીરો ના નામ || Nadoda Rajput Santo And Sura Na Nam
(સંતત્વ....સંતીત્વ.....શૌર્ય....ગૌરવંત્તો ત્રિવેણી સંગમ અને પાળિયામાં પુરાવાનું મન થાય નીતિ ને ચારિત્ર્યની કઇ પાઠમાળા એ તેજીલી શીલવંતી નારીઓ શીખી હશે? ક્યાંથી આવીને ઊમટી આવીને અંતરમાં આટઆટલી ખુમારી? હસતે મોઢે મોતની ચિતા પર ચઢનાર વિરલ માનવીઓના આ સંસ્કાર કોણે પાયા? કુંવારી ખેડના માથે મેઘના પહેલાં આમીછાંટણાં છંટાય ને એ કકોળી ઊઠે, મધમધી ઊઠે, એવી ફોરમ્યું આવે છે ને! નારીના શીલ-સંસ્કારની ફોરમે ફોરતા દુહાની વણથંભી વણઝાર હાલી જ આવે છે. ‘જેવી ધરતી તેવી ખેડ’ને જેવા ધરતીના રસકસ તેવી એની નીપજ! મોતી છીપલાંમાં પાકે ને મોતીના દાણા જેવા પાક હરિયાળી ધરતીમાં પાકે. સંસ્કારની બિછાત હોય, એમાં શીલ, સંયમ ને નીતિમર્યાદાની ખેડ થાય, શોર્ય અને વીરત્વનું એમાં બીજવાવણું થાય, એમાંથી પાકે ભડવીરો)- કમાભા ડાભી(બાસ્પા) -ૠષીમાં સિંધવ (વરાણા) -સંત હેબતપુરી બાપૂ જાદવ(કુંવર) -સંત એખૈયા ભગત ભાલૈયા(આદરિયાણા) -સંત ધનારામ બાપૂ ભાલૈયા(કુંવારદ) -શૌર્યતેજ ગેંમરભા રથવી(મોટી ચંદુર) -દાનવીર રામસંગભા રથવી (મોટી ચંદુર) -દાનવીર કરમસિંહ રથવી(મોટી ચંદુર) - સ્વાતંત્ર્ય સેનાની ગોવિદભા ડાભી(સમી) -શુરવીર દેવરાજ ડાડા સિંધ...