આશોજી ડોડીયા || History Of Dodiya...Nadoda/Karadiya Rajput...
ભારતવર્ષના ઇતિહાસના સુવર્ણ પ્રુષ્ઠને ઉકેલીએ તો ઝળહળી રહેલા શૂરવીરો, સંતો અને સાધુઓ, વીરપુરુષો અને વિજેતાઓ, ક્રાંતિકારીઓના ઇતિહાસ અઢળક છે. એમાંય વળી ક્ષત્રિય યોધ્ધાંઓમાં પ્રથમ પંક્તિમાં સ્થાન ધરાવનાર રણભડ ડોડીયા કુળનું અનેરું અને ખમીરવંતો સ્થાન રહેલું છે.
"રણભડ સોહે, રાજપૂત રણમાહે
ખાડા ખહે પણ ડોડીયા ન ખહે."
સવંત 1711 માં સમયમાં સમીકરણ સાથે રાજસ્થાનથી હાંસલપુરથી 'સિંહસ્થપુર' હાલનું રાજસીતાપુર ગામે કર્મી કારડિયા રાજપૂત ખોડાભા ડોડીયા પોતાના પરિવાર સાથે અહીં સ્થાયી થયા.
" અવતરી દિપન્ગતણા, હર દાસ જેનાં તાત,
કાં મરવું ને કાં મારવું આસાને એક જ વાત"
વળી આર્થિક ઉપાર્જનમાં પણ ઘરની ખેતી અને દુઝણા ઢોર એટલે કામ તો રહેજ. આશોજી તથા તેમના ત્રણ ભાઇઓ આવી રીતે કામ ધંધો કરતા જોઈને માવતરમાં હરખની હેલીઓ અને એક પછી એક એમ ચારેય ભાયુના હાથ પીળા કરવામાં આવ્યા. જેમાં આશોજીને રકથલ ગામના વતની વેલાભા પરમારના દીકરી ફુલબા સાથે પરણાવામાં આવ્યા પછી પણ ચારેય ભાયુંનો મજિયારો તો ભેળોને ભેળો. ઘરે દુધાળા ઢોર એટલે જો કોઈ દૂધ લેવા આવે તો તેને વિનામૂલ્યે દૂધ આપવામાં આવતું. આવી રીતની રહેણીકહેણી જોઈ ગામના લોકોને પણ નવાઈ લાગતી અને કે તા કે, ' વાહ રાજપૂતાઇ વાહ ધન્ય છે તમારી કુળદેવીને.' અન્યાય અને અનીતિ સામે વારંવાર બળવો પોકરનાર અને ગરીબને ગાડે બેસનાર આ પરિવારને શરણાગત પ્રતિપાલક કુટુંબ કેવાનું મન થાય અને આવી ઉંચી ભાવના સાથે જીવન વિતાવતા જોઈને બ્રાહ્મણો અને વણિક સહિતના પાસેથી બહુમાન પામેલા તથા આ ખાનદાની કુટુંબને રાજમાં પણ સારી એવી પ્રતિષ્ઠા હતી. " એકલ જોધ્ધા આધન્મે, અડીખમ આશો ડોડ ;
ઘમસાણ માથે ઘૂમતો, દેખે દેવ કરોડ. " આમ વિરવંશ કારડિયા રાજપુતે ધાક બોલાવી છે. લુટારાઓ હવે ગાયો
પરથી નજર ખસેડીને આશોજીને ઘેરી વળ્યાં. લૂંટારુઓના હાથમાં ભાલા, તલવારું અને બરછીઓ છે જ્યારે આશોજી ડોડીયાની ડાંગ પણ સજેલી જોઈ લ્યોને ! ગાયોની વ્હારે ચડેલા રણભડ આશોજીને જોવા આજ આરતી ટાણે દેવતાઓ`ય મંદિરમાં નહીં પણ આકાશમાં ઘમસાણ જોવા પધાર્યા હોય તો કદાચ ના નહીં.
" આશોજી રણ ચડે, જે'દિ ધરા - ધરમ જોખમાય;
દુશ્મન દળ વિખરાય, હાકોટા ડોડીયા તણા."
[લખવામાં કઈ ભુલ થઈ હોય તો માફ કરી દેજો જય ભવાની] ✍️
Comments
Post a Comment