Posts

How TO ENROLL FREE COURCE OF COURSERA AND MAKE YOUR BRIGHT FUTURE..

Image
to enroll coursera course free follow belove steps.. 1. register and login at  https://www.coursera.org/ 2. After registration Search your course and open your course details 3. front of your screen the right side of enroll button is financial aid is available to click financial aid option. example for belove data science course click financial aid available 4. After thatclick to continue to the application 5. click both box and write above line and click continue.... 6. after the filds as belove 7. and write answe of  Why are you applying for Financial Aid? (anyone can write this answer) answer :- I am a resident of India. My father is a daily wage labourer and  mother is a housewife. Our annual income is pretty low wrt to the  average nation’s income. I think it will be beneficial for me to get  into the right firm as an intern. But I’ve no job of my own to carry  the expanses to pay for the certificate of this course. I live...

નાડોદા રાજપૂત સમાજ ના સંતો અને શૂરવીરો ના નામ || Nadoda Rajput Santo And Sura Na Nam

      (સંતત્વ....સંતીત્વ.....શૌર્ય....ગૌરવંત્તો ત્રિવેણી સંગમ અને પાળિયામાં પુરાવાનું મન થાય નીતિ ને ચારિત્ર્યની કઇ પાઠમાળા એ તેજીલી શીલવંતી નારીઓ શીખી હશે? ક્યાંથી આવીને ઊમટી આવીને અંતરમાં આટઆટલી ખુમારી? હસતે મોઢે મોતની ચિતા પર ચઢનાર વિરલ માનવીઓના આ સંસ્કાર કોણે પાયા? કુંવારી ખેડના માથે મેઘના પહેલાં આમીછાંટણાં છંટાય ને એ કકોળી ઊઠે, મધમધી ઊઠે, એવી ફોરમ્યું આવે છે ને! નારીના શીલ-સંસ્કારની ફોરમે ફોરતા દુહાની વણથંભી વણઝાર હાલી જ આવે છે. ‘જેવી ધરતી તેવી ખેડ’ને જેવા ધરતીના રસકસ તેવી એની નીપજ! મોતી છીપલાંમાં પાકે ને મોતીના દાણા જેવા પાક હરિયાળી ધરતીમાં પાકે. સંસ્કારની બિછાત હોય, એમાં શીલ, સંયમ ને નીતિમર્યાદાની ખેડ થાય, શોર્ય અને વીરત્વનું એમાં બીજવાવણું થાય, એમાંથી પાકે ભડવીરો)- કમાભા ડાભી(બાસ્પા) -ૠષીમાં સિંધવ (વરાણા) -સંત હેબતપુરી બાપૂ જાદવ(કુંવર) -સંત એખૈયા ભગત ભાલૈયા(આદરિયાણા) -સંત ધનારામ બાપૂ ભાલૈયા(કુંવારદ) -શૌર્યતેજ ગેંમરભા રથવી(મોટી ચંદુર) -દાનવીર રામસંગભા રથવી (મોટી ચંદુર) -દાનવીર કરમસિંહ રથવી(મોટી ચંદુર) - સ્વાતંત્ર્ય સેનાની ગોવિદભા ડાભી(સમી) -શુરવીર દેવરાજ ડાડા સિંધ...

આશોજી ડોડીયા || History Of Dodiya...Nadoda/Karadiya Rajput...

Image
ભારતવર્ષના ઇતિહાસના સુવર્ણ પ્રુષ્ઠને ઉકેલીએ તો ઝળહળી રહેલા શૂરવીરો, સંતો અને સાધુઓ, વીરપુરુષો અને વિજેતાઓ, ક્રાંતિકારીઓના ઇતિહાસ અઢળક છે. એમાંય વળી ક્ષત્રિય યોધ્ધાંઓમાં પ્રથમ પંક્તિમાં સ્થાન ધરાવનાર રણભડ ડોડીયા કુળનું અનેરું અને ખમીરવંતો સ્થાન રહેલું છે.  "રણભડ સોહે, રાજપૂત રણમાહે ખાડા ખહે પણ ડોડીયા ન ખહે." સવંત 1711 માં સમયમાં સમીકરણ સાથે રાજસ્થાનથી હાંસલપુરથી 'સિંહસ્થપુર' હાલનું રાજસીતાપુર ગામે કર્મી કારડિયા રાજપૂત ખોડાભા ડોડીયા પોતાના પરિવાર સાથે અહીં સ્થાયી થયા.   " અવતરી દિપન્ગતણા, હર દાસ જેનાં તાત,  કાં મરવું ને કાં મારવું આસાને એક જ વાત" વળી આર્થિક ઉપાર્જનમાં પણ ઘરની ખેતી અને દુઝણા ઢોર એટલે કામ તો રહેજ. આશોજી તથા તેમના ત્રણ ભાઇઓ આવી રીતે કામ ધંધો કરતા જોઈને માવતરમાં હરખની હેલીઓ અને એક પછી એક એમ ચારેય ભાયુના હાથ પીળા કરવામાં આવ્યા. જેમાં આશોજીને રકથલ ગામના વતની વેલાભા પરમારના દીકરી ફુલબા સાથે પરણાવામાં આવ્યા પછી પણ ચારેય ભાયુંનો મજિયારો તો ભેળોને ભેળો. ઘરે દુધાળા ઢોર એટલે જો કોઈ દૂધ લેવા આવે તો તેને વિનામૂલ્યે દૂધ આપવામાં આવતું. આવી રીતન...

દાનવીર રામસંગભા રથવી || Danvir RamsangBha Rathvi Etihas/History Of Nadoda and Karadiya Rajput...

Image
વઢિયારની ધરતી ઈતો સંત અને દાતાર શુરાની ધરતી છે. સમર્પણ અને ત્યાગ ની કથાઓ પછી શુરવીર હોય તોય ભલે,દાતાર, સંતી હોય તોય ભલે અને સંત હોય તોય ભલે અનેક પ્રસંગો પોતાના ખોળામા સંઘ્રી ને બેઠેલી ઈ વઢિયારની ધરતી છે . "નામ રહનતા ઠાકરાં,નાણાં નહી રહંત કિતીૅ કેરાં કોટડા ,પાડયા નહી પડંત " ...  પૈસા તો આજે છે ને કાલે ન પણ હોય. પણ દુનીયા માં કરેલા કીર્તી તણા કામ પછી તે બેન દીકરયુ માટે શહીદી ઓરી હોય કે ધર્મ માટે ગવતરી માટેકે જ્યા દાતારી થઈ હોય..આ હંમેશા યાદ રહે છે.બધુ જતુ રહે પણ માણસ ની ખુમારી અને માણસઈ હંમેશા યાદ રહી જાય છે.....  પહેરણ ધોતીને પાઘડી, મુંછો નો રૂડો મટ; પડછંદ પુરુષો પાકતા, વઢિયાર ધરાનો વટ.    દાનવીર રામસંગભા રથવી જેવોયે આજથી 200 વર્ષ પહેલા મોટી ચંદુર ગામે મેડી બંધાવી તે વખતે વઢિયાર મા મેડી ઓછી જોવા મલતી . મેડી બંધાવી ને વાસ્તુપુજન અને ગૃહપ્રવેશ માટે બોલાવ્યા હતા . બારોટજી પણ આવ્યા હતા અને આ મેડી જોઈ બારોટજી થી ના રહેવાણુ અને દુહો લ્લકારયો.. "મેડી કોટ મંડાણ,દન જાતાં જાશે ડગી, રહેશે રથવીરાણ,દત્તની વાતુ દાનડા; આ દુહો સાભળી રામસંગભા એ એક ઘડીનો વિચાર કર્યા વ...

"નરવૈયા રાજપૂત રત્નમાળા" ગ્રંથ વિમોચન

Image
વટ, વચન તેમજ ગાય - ગવતરી, બહેન - બેટી, ધરમ ધીંગાણા માટે લીલાં માથાના બલિદાન આપનાર નાડોદા (નરવૈયા) રાજપૂત સમાજના 438 અમર સંત , શુરવીર અને સતીમાતાઓના પાળિયાઓને બોલતા કરતો ગ્રંથ એટલે " નરવૈયા રાજપૂત રત્નમાળા " જેને સ્વ. ખોડુભા બારોટ દ્વારા અક્ષર દેહ મળ્યો છે તે ગ્રંથનું ભવ્ય અને દિવ્ય વિમોચન વર્ષો પહેલાં સિધ્ધરાજ જયસિંહ દ્વારા "સિધ્ધહેમશબ્દનુંશાસન" ગ્રંથનું હાથીની અંબાડી ઉપર તેની શોભાયાત્રા કાઢી હતી અને વર્તમાન સમયમાં ક્ષત્રિય નાડોદા (નરવૈયા) રાજપૂત સમાજે પોતાના સમાજના 438 પાળિયાઓના ઈતિહાસને ઉજાગર કરતા ગ્રંથ " નરવૈયા રાજપૂત રત્નમાળા " નું પણ હાથીની અંબાડી પર શોભાયાત્રા કાઢી ભવ્ય વિમોચન કર્યું હતું અને નાડોદા સમાજના વીરવળ સંત, શુરવીર પૂર્વજો અને સતીમાતાઓની ભાવ - વંદના કરી હતી અને ઉજ્જવળ, ભવ્ય, દિવ્ય, ત્યાગ - બલિદાન અને સમર્પણથી શોભાયમાન આ ગૌરવવંતા ઇતિહાસને જગતના ચોકમાં ખુલ્લો મુકી ગૌરવની લાગણી અનુભવી હતી. " નરવૈયા રાજપૂત રત્નમાળા " માંથી પ્રેરણાના પયપાન કરીને આપણી ભાવિ પેઢીઓ સમાજ અને રાષ્ટ્રનિર્માણના ઉજ્જવળ પંથે અગ્રેસર થાય. જય ભવાની

વાઢેર કુંળની જનેતા - સતી સોનબા || Sati Sonaba No Etihas/history...#nadoda / #karadiya Rajputs

Image
સતી સોનબા નો વંશ એટલે વાઢેર વંશ કરમા કટારી ગ્રહિને, સ્વહસ્તે કુખ વાઢી, આ બાળકનો જન્મ થયો તેમનો વંશ સ્થપાયો કુખ વાઢીને જન્મ આપતા "વાઢેર'' કહેવાયા જે કાળક્રમે અપભ્રંશ થઈને "વઢેર'' તરીકે પ્રચલિત છે. વાઢેર વંશની વેલ વધારનાર ટુંકમા જાણીયે કંમ્ધજથી રાઠોડ રાજપુત બ્રજ દેશા ચંદણ બનાં, મેર પહાડાં મોડ ગરુડ ખંગા લંક ગંઢા, રાજ કળી રાઠોડ; રાઠોડ અજાજી તેઓ રાજસ્થાનથી આવી ચંદુર થી લોલાડા ગામમા (વઢિયાર)ગાદી સ્થાપી જે હાલ તા.શખેશ્ર્વર મા છે. ક્ષત્રિ લાગે ખોટ, ગઢ થી જાતાઁ ગાવડી. દેને "રાઠોડ" દોટ, માતની ખાતર મોભિયા.... તેમના વારસદાર રાઠોડ વીર પબાજી ગાયોની વારે ચડયા અને ધીગાણા માં કામ આવ્યા શહીદ થયા ત્યારે સોનબાને 8 માસનો ગર્ભ થયો. તેમને સતી થવાનો સંકલ્પ જાહેર કર્યો . પણ તેમના કુંટુબીજનો , ભાયાતો સૌ આ વાતને માનવા તૈયાર ન હતા કારણકે સતી સોનબાની કુખે બાળક હતુ તેથી બાળહત્યાનુ પાંપ લાગે તેથી સતી થતા રોક્યા સતી સોનબા પોતાના સંકલ્પમા મક્કમ હતા તેમને વિચાર્યુ કે મારા પતિની ઈચ્છા હતીકે મને પુત્ર થાય . ભગવાન શિવજી ની કૃપાથી મારી કુખમા બાળક છે.આવા તેજસ્વી બાળકને માર...

Basic Mechnical Engineering Imp | GTU sem1 IMP Question

Image
Gujarat Technological University In Semister 1 Subject Basic Mechnical Engineering (BME) most IMP Questions......