દાનવીર રામસંગભા રથવી || Danvir RamsangBha Rathvi Etihas/History Of Nadoda and Karadiya Rajput...



વઢિયારની ધરતી ઈતો સંત અને દાતાર શુરાની ધરતી છે. સમર્પણ અને ત્યાગ ની કથાઓ પછી શુરવીર હોય તોય ભલે,દાતાર, સંતી હોય તોય ભલે અને સંત હોય તોય ભલે અનેક પ્રસંગો પોતાના ખોળામા સંઘ્રી ને બેઠેલી ઈ વઢિયારની ધરતી છે .

"નામ રહનતા ઠાકરાં,નાણાં નહી રહંત
કિતીૅ કેરાં કોટડા ,પાડયા નહી પડંત " ...

 પૈસા તો આજે છે ને કાલે ન પણ હોય. પણ દુનીયા માં કરેલા કીર્તી તણા કામ પછી તે બેન દીકરયુ માટે શહીદી ઓરી હોય કે ધર્મ માટે ગવતરી માટેકે જ્યા દાતારી થઈ હોય..આ હંમેશા યાદ રહે છે.બધુ જતુ રહે પણ માણસ ની ખુમારી અને માણસઈ હંમેશા યાદ રહી જાય છે..... 

પહેરણ ધોતીને પાઘડી,
મુંછો નો રૂડો મટ;
પડછંદ પુરુષો પાકતા,
વઢિયાર ધરાનો વટ.

   દાનવીર રામસંગભા રથવી જેવોયે આજથી 200 વર્ષ પહેલા મોટી ચંદુર ગામે મેડી બંધાવી તે વખતે વઢિયાર મા મેડી ઓછી જોવા મલતી . મેડી બંધાવી ને વાસ્તુપુજન અને ગૃહપ્રવેશ માટે બોલાવ્યા હતા . બારોટજી પણ આવ્યા હતા અને આ મેડી જોઈ બારોટજી થી ના રહેવાણુ અને દુહો લ્લકારયો.. "મેડી કોટ મંડાણ,દન જાતાં જાશે ડગી, રહેશે રથવીરાણ,દત્તની વાતુ દાનડા; આ દુહો સાભળી રામસંગભા એ એક ઘડીનો વિચાર કર્યા વગર બોલ્યા.
જુવો બારોટજી તમારા મોઢેથી વેણ નીકળે અને હું પાળું નહીતો દાતારોની આ ધીંગી ધરાને ભોઠપ લાગે. મારા નામની ઉજળી આબરુ માથે કાળો ડાઘ બેસી જાય.જાવ આજથી હુ આ મેડી ધર્માદામા આપુ છુ.અને સાથે સાથે 15 વીઘા જમીન પણ આપી આ મેડી આજેય ચંદુર ગામ મા.મોજુદ છે. ત્યારે કવિયો બીરદાવલી ઉપાડતા.. પડ સે પંડ શરિર પણ
પ્રસિધ્ધિ ના ગઢ પડસે નહિ
વાતુ રેહેશે વીર ભલાતણ્યુ ભાણના

આ વઢિયાર ની ઊજળી ઘરા એમા નાડોદા રાજપુત સમાજ માં જયા શુરવિર અને દાનવિર એવા" રામસંગભા રથવી " એવા વિર,દાતાર અને શુરવિર ની વાતુ આજે પણ એવા ઊજળા ઈતિહાસ ના સોનેરી ચોપડે દાતારીના નામ બોલાય છે. " જય હો રામસંગભા "

આપણી પરંપરાગત સંસ્કૃતિ અને ગૌરવવંતા ઈતિહાસના હું તમે દરેક વ્યકિત વારસદાર છીએ. આપણા પૂર્વજોના ગૌરવવંત ઈતિહાસને જીવંત રાખવાની જવાબદારી દરેકની છે. 
જય માં ભવાની....

Comments