"નરવૈયા રાજપૂત રત્નમાળા" ગ્રંથ વિમોચન


વટ, વચન તેમજ ગાય - ગવતરી, બહેન - બેટી, ધરમ ધીંગાણા માટે લીલાં માથાના બલિદાન આપનાર નાડોદા (નરવૈયા) રાજપૂત સમાજના 438 અમર સંત, શુરવીર અને સતીમાતાઓના પાળિયાઓને બોલતા કરતો ગ્રંથ એટલે " નરવૈયા રાજપૂત રત્નમાળા " જેને સ્વ. ખોડુભા બારોટ દ્વારા અક્ષર દેહ મળ્યો છે તે ગ્રંથનું ભવ્ય અને દિવ્ય વિમોચન વર્ષો પહેલાં સિધ્ધરાજ જયસિંહ દ્વારા "સિધ્ધહેમશબ્દનુંશાસન" ગ્રંથનું હાથીની અંબાડી ઉપર તેની શોભાયાત્રા કાઢી હતી અને વર્તમાન સમયમાં ક્ષત્રિય નાડોદા (નરવૈયા) રાજપૂત સમાજે પોતાના સમાજના 438 પાળિયાઓના ઈતિહાસને ઉજાગર કરતા ગ્રંથ " નરવૈયા રાજપૂત રત્નમાળા " નું પણ હાથીની અંબાડી પર શોભાયાત્રા કાઢી ભવ્ય વિમોચન કર્યું હતું અને નાડોદા સમાજના વીરવળ સંત, શુરવીર પૂર્વજો અને સતીમાતાઓની ભાવ - વંદના કરી હતી અને ઉજ્જવળ, ભવ્ય, દિવ્ય, ત્યાગ - બલિદાન અને સમર્પણથી શોભાયમાન આ ગૌરવવંતા ઇતિહાસને જગતના ચોકમાં ખુલ્લો મુકી ગૌરવની લાગણી અનુભવી હતી. " નરવૈયા રાજપૂત રત્નમાળા " માંથી પ્રેરણાના પયપાન કરીને આપણી ભાવિ પેઢીઓ સમાજ અને રાષ્ટ્રનિર્માણના ઉજ્જવળ પંથે અગ્રેસર થાય. જય ભવાની

Comments