નાડોદા રાજપૂત સમાજ ના સંતો અને શૂરવીરો ના નામ || Nadoda Rajput Santo And Sura Na Nam
(સંતત્વ....સંતીત્વ.....શૌર્ય....ગૌરવંત્તો ત્રિવેણી સંગમ અને પાળિયામાં પુરાવાનું મન થાય નીતિ ને ચારિત્ર્યની કઇ પાઠમાળા એ તેજીલી શીલવંતી નારીઓ શીખી હશે? ક્યાંથી આવીને ઊમટી આવીને અંતરમાં આટઆટલી ખુમારી? હસતે મોઢે મોતની ચિતા પર ચઢનાર વિરલ માનવીઓના આ સંસ્કાર કોણે પાયા? કુંવારી ખેડના માથે મેઘના પહેલાં આમીછાંટણાં છંટાય ને એ કકોળી ઊઠે, મધમધી ઊઠે, એવી ફોરમ્યું આવે છે ને! નારીના શીલ-સંસ્કારની ફોરમે ફોરતા દુહાની વણથંભી વણઝાર હાલી જ આવે છે. ‘જેવી ધરતી તેવી ખેડ’ને જેવા ધરતીના રસકસ તેવી એની નીપજ! મોતી છીપલાંમાં પાકે ને મોતીના દાણા જેવા પાક હરિયાળી ધરતીમાં પાકે. સંસ્કારની બિછાત હોય, એમાં શીલ, સંયમ ને નીતિમર્યાદાની ખેડ થાય, શોર્ય અને વીરત્વનું એમાં બીજવાવણું થાય, એમાંથી પાકે ભડવીરો)-કમાભા ડાભી(બાસ્પા) -ૠષીમાં સિંધવ (વરાણા) -સંત હેબતપુરી બાપૂ જાદવ(કુંવર) -સંત એખૈયા ભગત ભાલૈયા(આદરિયાણા) -સંત ધનારામ બાપૂ ભાલૈયા(કુંવારદ) -શૌર્યતેજ ગેંમરભા રથવી(મોટી ચંદુર) -દાનવીર રામસંગભા રથવી (મોટી ચંદુર) -દાનવીર કરમસિંહ રથવી(મોટી ચંદુર) - સ્વાતંત્ર્ય સેનાની ગોવિદભા ડાભી(સમી) -શુરવીર દેવરાજ ડાડા સિંધવ(વૌવા) -સતી સોનબા રાઠોડ (લોલાડા) -શુરવીર રાજાધરજીભા ડાભી(વાવલ) -શૌર્યતેજ મોતીભા સિંધવ(બિલીયા) -ભક્ત રત્ન તેજાજી જાદવ(ગોધાણા) -શુરવીર વશરામભા હેરમા(પાટણા(માલજીના)બોટાદ) -શુરવીર માડાંભા ,વજાભા,જેંસગ-મેરાભા ડોડ(ખીરસરા,અણીયારા,વાડાસણ) -શુરવીર વાઘજીદાદા સુર(પરમાર) (ટુવા-વઢવાણ) -શુરવીર જગમાલસિંહજી તેમના ભાઈ હરદેવસિંહજી સિંધવ (ટુંવડ) -શૌર્યતેજ મલ્લીબા જાદવ(દેદાદરા) -શુરવીર 19 નરકેંસરી રાજપૂતો (કુંવારદ) -શુરવીર કરણસિંહજી જાદવ રાજપુતો ના પૃર્વજ (તેમના વંશજો જુનાગઢ થી આવ્યા વઢિયાર ખારાપાટ મા) -શૌર્યતેજ દુદાજી જાદવ (દાદકા) -શુરવીર ગોધાજી (ગોધણસા દાદા) રાઠોડ લોલાડા ના જેમની ખાંભી વીર હેગોળજી જાદવે ખોડાવી (ગોધાણા) -શૌર્યતેજ ગંગાબા ગોહિલ રાજપૂતાણી (પંચાસર) -વીરપુરુષ રાવ વિકાજી સિંધવ આધ્યપુરુષ (વેડધામ) - સિંઘવ વીર અને ભક્તરત્ન બોઘાબાપા અને લક્ષ્મણબાપુ (ભામાથળ) -શુરવીર ખેંગારભા અને બુટાજી વણોલ(ઝીઝુવાડા) -શૌર્યતેજ ખેંગારભા સિંધવ(ખોલડીયાદ) -બાળવીરા દિવ્યાબા ચૌહાણ(કોચાડા)
નેક-ટેક અને ધરમ માટે ધીંગાણે ચડેલા વિરોની ખાનદાની અને ખુમારીનો ઈતિહાસને ધરાના કણ કણમા છે.
ભલે યુગોના સમય વિત્યા કરે, બદલાયા કરે, પરંતુ ધરા કાજે, કોઇ ધરમ કાજે, કોઇ વટ વચન ગાય માતને કાજે, કે પછી અન્યાય સામે ધીંગાણે ચડી પાળીયા બની ગયેલા વિરોનો ઈતિહાસ હંમેશા શાશ્વત રહેવાનો છે.
જેઓની સાક્ષી ગામેગામ ઉભા પાળીયા આજે પણ આપે છે.
" કોક આડા કોક ઉભા કોક ભોમા (ધરતીમા) પડેલા ભાળ્યા,
આવા શુરવીરો ના આજેય ઉભા છે હારબંધ પાળીયા..!! "
ખાંભી અને પાળીયાનો પરમ કર્તવ્ય સમજીને આપણા પુર્વજોની જેમ પ્રાણ અર્પણ ન કરી શકીએ પરંતુ આપણી લોક સંસ્કૃતિ અને પુર્વજોના ગૌરવવંતા ઈતિહાસ વિશે માહિતગાર તો કરી શકવાના છીએ.
આજની નવી પેઢીને મર્યાદા પૂર્ણ સાચી સંસ્કૃતિ અને સાચા-ખોટાનું જ્ઞાન આપી શકીએ તો પણ સાચું તર્પણ કર્યા બરાબર છે.
ઈચ્છા તો એવી થાય છે કે ખાભી પાળીયાઓ દેખાડી દેખાડી સંસ્કાર અને સાંસ્કૃતિ ભુલેલા લોકોને બતાવીએ કે આમ જુઓ !
આપણા પૂર્વજ કોણ હતા કેવા હતા અને આજે આપણે કેવા રંગે રગાણા છીએ. આ પૈકી ઘણી નામી અનામી ઘટનાઓ વિસરાણી છે.માટે આપણી પરંપરાના ઈતિહાસથી હાંફતા ચોપડા(વહીઓ)આજે ભાટ-બારોટના ધરના પટારામાં પુરાઈને પડયા છે.વિદેશી સંસકાર અને સંસકૃતિની ગળથૂથી પીને ઉછરી રહેલી નવી પેઢીને એની સાથે સનાન સુતકના સબંધ નથી, તયારે પૂવૃજોની વીરતા અને દાતારીની કથા ગાથા સંભળાવી તેમજ જાગૃત કરવાનો પૃયાસ છે. જે પરંપરાગત સાંસકૃતિક વિરાસતથી વિમુખથઈ રહયા છે.તેમાં નવો જોશ પુરવાનો એક પૃયાસ છે.
નવી પેઢીને પોતાના કુળ/કુળદેવી/ગૌત્ર.. સબંધિત વિશેષ જાણકારી લઈ ધમઁ ભાવના અને ક્ષાત્ર ભાવના જગાડવાનો પૃયતન છે.તેમને ઢંઢોળી નવચેતના જગાવવાનો પ્રયાસ છે.આપણા સમાજ મા આ પૈકી કેટલીયે વાતુ વિસરાણી એને ભુતકાળ ની કેટલી ધટનાયુ ઊપર કાળના પડદા પડી ગ્યા છે.આ વીસે આપણે વિચારવૂ જરુરી છે.
આપણી પરંપરાગત સંસ્કૃતિ અને ગૌરવવંતા ઈતિહાસના હું તમે દરેક વ્યકિત વારસદાર છીએ. આપણા પૂર્વજોના ગૌરવવંત ઈતિહાસને જીવંત રાખવાની જવાબદારી દરેકની છે. જય માં ભવાની🙏🙏

Comments
Post a Comment