નાડોદા રાજપૂત સમાજની ઉત્પતિ અને ઇતિહાસ- ૧ || History Of Nadoda Rajputs Community....
ગુજરાત રાજ્ય માં ખુબ જ ઓછી સંખ્યામાં જુદા જુદા પાંચ ભાગોમાં વહેંચાયેલા રાજપૂત નાડોદા સમાજના ઇતિહાસ બાબતે જુદી જુદી અટકળો થાય છે તેમ છતા નાડોદા કેમ કહેવાયા તેની કોઇ ચોક્કસ વિગત ન મળતા આ બાબતે થોડું સંશોધન કરી ઇતિહાસ ના સાધનો અને રાસમાળા ભાગ-૨ માંથી થોડી વિગત મળી છે.
રાજપૂત નાડોદા જ્ઞાતિ નો ઇતિહાસ રસપ્રદ છે અને તેનો સામાજીક વારસો ઉચ્ચ છે. આજકાલ જ્યારે સમાજ કે જે દારૂ, માંસાહાર, જુગાર વગેરે અસ્તિત્વ ધરાવતા સમાજના મોટા દુષણો વારસાગત છે. ત્યારે આપણો નાડોદા સમાજ કે જેનો વારસો બધાથીયે અલગ તરી આવે છે અને આવા વ્યસનો કે બદીઓ આપણો રાજપૂત હોવા છતા સ્પર્શી શકી નથી આપણો સમાજ જેનાથી અલિપ્ત રહી આપણે સમાજમાં આપણુ વર્ચસ્વ, વારસો ઉજજવળ રીતે જાળવી રાખ્યો છે તે એક પ્રશંસનીય બાબત છે. અને આ વારસો જાળવવા માટે આપણા સંસ્કાર અને શાંતિપ્રિય સ્વભાવ વધારે મદદરૂપ થયો છે. આપણે રાજપૂત નાડોદા છીએ તે જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા નામે ઓળખાય છે.
વિરમગામથી રાધનપુર વિસ્તાર કે જે વઢીયાર ખારાપટ અહીં નાડોદા જ્ઞાતિ તરીકે ઓળખાય છે વળી કેટલી જગ્યાએ નાડોદા પટેલ પણ કહેવાય છે. સુરેન્દ્રનગર ઝાલાવાડમાં માત્ર નાડોદા તરીકે ઓળખાય છે. રાજકોટ, ભાવનગર અને ખોરજ સાણંત વિભાગમાં રાજપૂત તરીકે ઓળખાય છે.
આપણે આ બધા રાજપૂત નાડોદા છીએ તે બાબત ખ્યાલમાં રાખવી જોઇએ. રાજપૂતના મુખ્ય ગુણો વફાદારી, શુરવીરતા, ટેક, ખાનદાની, સ્વમાન વગેરે આપણે જાળવી રાખ્યા છે. તેજ રીતે જાળવી રાખી બધા રાજપૂત સમાજમાં નાડોદા રાજપૂત કે જે ઉચ્ચ સ્થાને છે તે જાળવી રાખવા પરમાત્મા આપણને શક્તિ બક્ષે.
ગુજરાત ના ઇતિહાસના સાધનો અને રાસમાળા ભાગ- ૨ માંથી કેટલીક માહિતી મળે છે જેનો ટુંકસાર આ મુજબ છે.
અમદાવાદ ના બીજા બાદશામ અમહદશામના સમયમાં (સને ૧૪૧૦-૧૪૪૨) બાદશાહે લુંટ ચલાવી અને બધો ખજાનો રાજાઓ-ગિરાસદારો પાસેથી ઝુંટવી લિધો અને રજવાડાના માલિક મિટાવી દીધા બાદશાહે બધા રાજપૂતોને વટલાવી મુસલમાન બનાવવા માટે ભારે દબાણ કર્યુ આવા સંજોગોમાં રાજપૂત સમાજે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા જુદા જુદા પ્રયત્નો કરી જુદી જુદી રીતે રહ્યા ત્યારે રાજપૂત સમાજના ભાગ પડ્યા છે.
- બાદશાહ ના ત્રાસથી જે પકડાઇ અને વટલાયા તે મોલેસલામ કહેવાયા.
- જે અન્ય રાજ્યો માં કર ભરી ને રહ્યા તે કારડીયા રાજપૂત કહેવાયા.
- જે સમાધાન કરીને ખંડણી ભરીને રહ્યા તે રાજા રહ્યા.
- અને જે નરવા રહ્યા એટલે કે રાજ્યનો ખપ ન રાખીને ફક્ત જમીન ખેડીને ગુજરાન ચલાવ્યું તેથી નરવૈયા રાજપૂત કહેવાયા સમય અને કાર્યક્રમે નરવૈયા શબ્દનો અપભ્રંશ થઇ નાડોદા રાજપૂત કહેવાયા.
નાડોદા રાજપૂત સમાજમાં વિવિધ અટકો છે જેવી કે કટારીયા, ખેર, ગામી, ગોલેતર, ગોહીલ, ચાવડા, ચુડાસમા, ચૌહાણ, જાદવ, ડાભી, ડોડ, ડાયમા, ડોડીયા, દેસાઇ, બારડ, બુટીયા, પાવરા, પઢારિયા, પરમાર, ભાલૈયા, મોરી, રાઠોડ, રથવી, લકુમ, વાઘેલા, વલોણ, વાઢેર, સિંઘવ, સગર, સોલંકી, હેરમા એમ કુલ ૩૧ અટકો છે.
બપા રાવળ ના વંશજો માં ગેહલોત ની પેટાશાખા મા નાડોદા આવે છે. જય માતાજી
ReplyDelete