નાડોદા રાજપૂત સમાજની ઉત્પતિ અને ઇતિહાસ- ૨ || History Of Nadoda Rajputs Community
નાદોલ ગામમાં પ્રખ્યાત દેવતાઓનો મોટો સમુહ છે. તેની પાડોશમાં પશ્ચિમ તરફ પાંચ માઇલ ઉપર નાદોલ નામે અજમેરના ચૌહાણો નું સ્થળ હતું અને ઘણા પ્રાચીન કાળમાં સ્થાપવામાં આવેલ હતું.
આ નાદોલમાંથી શિરોહીના દેવતા રાજપૂતો અને જાલોરના સોનીગરા રાજપૂતોની શાળા ઉભી થઇ હતી.
આ દેવડા રાજપૂતોએ જોધપુર ના રાઠોડવંશી રાજપુતોના અનેક પ્રયત્નો હુમલાઓ આવ્યા છતા પોતાની જમીન જાગીર ટકાવી રાખી છે. ત્યારે સોનીગરા રાજપૂતોએ બીજા રાજપૂતો સાથેની લડાઇમાં વિજયી બન્યા પણ તેઓનું નામ સ્વતંત્ર રાજ્યોની નોંધમાં જોવામાં આવતું નથી. આ કિંમતી જાગીર કે જેમા લગભગ ૩૮૦ ગામો આવેલા છે તે જોધપુર રાજ્ય સાથે જોડાયેલા હતા.
નાદોલથી આવે નાડોદા રાજપૂતો ન હોય ?
ચૌહાણ વંશમાં પૃથ્વીરાજ ચૌહાણ સૌથી બહાદુર રાજા હતા. તેનો એક ભારિન્ડાનો ગોગા નામનો સરદાર હતો. આ સરદારે પોતાના ૪૭ પુત્રો અને ભાઈઓ સહિત સતલજના કિનારા ઉ૫ર મહમદ ધોરી સામે યુઘ્ધ કરતા મરણ પામ્યા હતા. ત્યાંથી મહંતમ ધોરી અજમેર ઉ૫ર ચડી આવ્યો અને અજમેરમાં ૫ણ તે વખતે ચૌહાણ રાજપૂતો રહેતા હતા. જેમણે મહંમદ ઘોરીને સજજડ હાર ખવડાવી અને પાછા ફરવા ફરજ પાડેલ. આ ૫છી મહંમદ ઘોરી નેહવાલા અને નાંદોલ થઈને ગુજરાત તરફ ગયો.
ઇ.સ.૧૦૩૯ માં નાંદોલના રાજવીએ મહંમદ ઘોરી સામે પોતાના લશ્કર સાથે મક્કમ સામનો કરેલ પણ હાર થઇ મુસ્લીમ લશ્કરે નાંદોલ ને ખેદાન મેદાન કર્યુ. ત્યાંથી જીવ-ધર્મ અને સંસ્કૃતી બચાવવા બહાર ગયેલ. નાંદોલના રાજપૂતો કદાચ નાદોદા રાજા તો કહેવાયા હોય ?
લાખા નામના સરદારે ઈ.સ.૧૦૩૯ માં અજમેરમાંથી જુદા ૫ડી આ નાંદોલ રાજયની સ્થા૫ના કરેલી. આ લાખાએ ચણાવેલ કિલ્લો નાંદોલની ૫શ્ચિમે એક ટેકરીના ઢોળા ઉ૫ર આવેલ છે. આ નાંદોલના લાખા રાજવીની સતા એવી સર્વો૫રી હતી કે ગુજરાત ના અણહીલપુર જતા માલ ઉ૫ર તે જકાત લેતો અને ચિતોડ ના રાજવી પાસેથી ખંડણી ૫ણ ઉઘરાવતો. નાંદોલ એક ફળદ્રુ૫ જગ્યા છે.
૧. નાંદોલ, ર. બાલી, ૩.દેસુરી, ૪.સાદરી
નામના જૈનોના પ્રાચીન તીર્થધામો છે.
Comments
Post a Comment